suvichar

સુવિચાર :- "હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.

બુધવાર, 3 ઑક્ટોબર, 2012

ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે.આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ, 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે
દેશનાં ચૂંટણીપંચ દ્વારા બુધવારની સાંજે ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી. ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. તા. 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયાઓ તા. 25મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે. આ સાથે જ ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સંપટની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી


ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કા માટે તા. 17-11 અને બીજા તબક્કા માટે તા. 23/11ના જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ પ્રથમ તબક્કા માટે તા. 24/11 અને બીજા તબક્કા માટે 30/11 રહેશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ્સની ચકાસણી કરવા માટેની તા. 26/11 અને બીજા તબક્કા માટે 1/12 રહેશે. 

પ્રથમ તબક્કાની ચૂંટણીનાં ઉમેદવારો તા. 28/11 સુધીમાં જ્યારે બીજા તબક્કાનાં ઉમેદવારો તા. 3/12 સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન તા. 13/12 અને બીજા તબક્કાનું મતદાન તા. 17/12ના યોજાશે. મતગણતરી તારીખ 20-12ના થશે. 

ટિપ્પણીઓ નથી:

backgraund]