suvichar

સુવિચાર :- "હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.

રવિવાર, 24 જૂન, 2012

આ  માણસ જાણે મોબાઈલ થઇ  ગયો 
જરૂર
જેટલી  જ લાગણીઓ 
રીચાર્જ  
કરતો  થઇ ગયો
ખરે  ટાણે  જ 
જીરો 
બેલેન્સ  
દેખાડતો  
થઇ  ગયો
આ  માણસ જાણે મોબાઈલ થઇ  ગયો 
સામે  કોણ 
છે એ જોઈને 
સબંધ 
રિસિવ  કરતો થઇ 
ગયો
સ્વાર્થના  ચશ્માં 
પહેરી 
મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઇ 
ગયો 
આ  માણસ જાણે મોબાઈલ થઇ  ગયો 
આજે રીટા 
તો કાલે ગીતા 
એમ 
મોડેલ 
બદલતો  થઇ ગયો 
મિસિસને 
છોડીને  મિસને  
 કોલ  એ 
કરતો 
થઇ  ગયો 
આ  માણસ જાણે મોબાઈલ થઇ  ગયો 
પડોશીનું  
ઊંચું 
મોડેલ 
જોઈ 
જુઓને 
જીવ બાળતો  થઇ ગયો
સાલું થોડી રાહ
જોઈ હોત 
એવું 
ઘરમાં  એ કહતો 
થઇ ગયો 
આ  માણસ જાણે મોબાઈલ થઇ  ગયો 
હોય બરોડામાં  અને છુ 
સુરતમાં એમ 
કહેતો  એ થઇ  ગયો 
આજે  વોડાફોન  તો કાલે 
રિલાયન્સ  એમ 
ફાયદો  જોઈ મિત્રો 
પણ  બદલતો  થઇ ગયો 
આ  માણસ જાણે મોબાઈલ થઇ  ગયો 
ઈન કમિંગ  આઉટગોઈંગ 
ફીના ચક્કરમાં 
કુટુંબ માંજ 
કવરેજ  બહાર એ 
થઇ ગયો 
હવે શું  થાય  બોલો 
મોડેલ ફોર ટુ જીરો 
એ થઇ ગયો  
આ  માણસ જાણે મોબાઈલ થઇ  ગયો
 



 

ટિપ્પણીઓ નથી:

backgraund]